૩૯૦
धारणीयम् । न च पुण्यपापत्वेन द्वित्वाद्बन्धस्य तद्धेत्वन्तरमन्वेष्टव्यं; एकेनैवानेनाध्यवसायेन दुःखयामि मारयामि इति, सुखयामि जीवयामीति च द्विधा शुभाशुभाहङ्काररसनिर्भरतया द्वयोरपि पुण्यपापयोर्बन्धहेतुत्वस्याविरोधात् ।
કારણ છે એમ બરાબર નક્કી કરવું. અને પુણ્ય-પાપપણે (પુણ્ય-પાપરૂપે) બંધનું બે-પણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો (અર્થાત્ એમ ન માનવું કે પુણ્યબંધનું કારણ બીજું છે અને પાપબંધનું કારણ કોઈ બીજું છે); કારણ કે એક જ આ અધ્યવસાય ‘દુઃખી કરું છું, મારું છું’ એમ અને ‘સુખી કરું છું, જિવાડું છું’ એમ બે પ્રકારે શુભ-અશુભ અહંકારરસથી ભરેલાપણા વડે પુણ્ય અને પાપ — બન્નેના બંધનું કારણ હોવામાં અવિરોધ છે (અર્થાત્ એક જ અધ્યવસાયથી પુણ્ય અને પાપ — બન્નેનો બંધ થવામાં કોઈ વિરોધ નથી).
ભાવાર્થઃ — આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. તેમાં, ‘જિવાડું છું, સુખી કરું છું’ એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે અને ‘મારું છું, દુઃખી કરું છું’ એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. અહંકારરૂપ મિથ્યાભાવ તો બન્નેમાં છે; તેથી અજ્ઞાનમયપણે બન્ને અધ્યવસાય એક જ છે. માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજું છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બન્નેનું કારણ છે.
‘આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું’ — એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [सत्त्वान्] જીવોને [मारयतु] મારો [वा मा मारयतु] અથવા ન મારો — [बन्धः] કર્મબંધ [अध्यवसितेन] અધ્યવસાનથી જ થાય છે. [एषः] આ, [निश्चयनयस्य] નિશ્ચયનયે, [जीवानां] જીવોના [बन्धसमासः] બંધનો સંક્ષેપ છે.