કહાનજૈનશાસ્ત્રમાળા ]
य एवायं मिथ्याद्रष्टेरज्ञानजन्मा रागमयोऽध्यवसायः स एव बन्धहेतुः इत्यव- મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છે)ઃ —
ગાથાર્થઃ — ‘[सत्त्वान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું’ [एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું *અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [ पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે.
‘[ सत्त्वान् ] હું જીવોને [मारयामि च जीवयामि] મારું છું અને જિવાડું છું’ [एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે.
ટીકાઃ — મિથ્યાદ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું * જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય ( – સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા
અભિપ્રાય કરવો — એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.