૩૮૮
परजीवानहं हिनस्मि, न हिनस्मि, दुःखयामि, सुखयामि इति य एवायमज्ञानमयो- ऽध्यवसायो मिथ्याद्रष्टेः, स एव स्वयं रागादिरूपत्वात्तस्य शुभाशुभबन्धहेतुः ।
अथाध्यवसायं बन्धहेतुत्वेनावधारयति — જે આ અજ્ઞાનસ્વરૂપ *અધ્યવસાય જોવામાં આવે છે [सः एव] તે અધ્યવસાય જ, [विपर्ययात्] વિપર્યયસ્વરૂપ ( – વિપરીત, મિથ્યા) હોવાથી, [अस्य बन्धहेतुः] તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
ભાવાર્થઃ — જૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણ — એમ જાણવું. ૧૭૦.
હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [ते] તારી [या एषा मतिः तु] જે આ બુદ્ધિ છે કે હું [सत्त्वान्] જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि इति] કરું છું, [एषा ते मूढमतिः] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) [शुभाशुभं कर्म] શુભાશુભ કર્મને [बध्नाति] બાંધે છે.
ટીકાઃ — ‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું’ એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ (અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને ( – મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.
ભાવાર્થઃ — મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે.
હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે — ઠરાવે છે (અર્થાત્ * જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય ( – સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા