કહાનજૈનશાસ્ત્રમાળા ]
यो हि म्रियते जीवति वा, दुःखितो भवति सुखितो भवति वा, स खलु स्वकर्मोदयेनैव, तदभावे तस्य तथा भवितुमशक्यत्वात् । ततः मयायं मारितः, अयं जीवितः, अयं दुःखितः कृतः, अयं सुखितः कृतः इति पश्यन् मिथ्याद्रष्टिः ।
ગાથાર્થઃ — [यः म्रियते] જે મરે છે [च] અને [यः दुःखितः जायते] જે દુઃખી થાય છે [सः सर्वः] તે સૌ [कर्मोदयेन] કર્મના ઉદયથી થાય છે; [तस्मात् तु] તેથી [मारितः च दुःखितः] ‘મેં માર્યો, મેં દુઃખી કર્યો’ [इति] એવો [ते] તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?
[च] વળી [यः न म्रियते] જે નથી મરતો [च] અને [न दुःखितः] નથી દુઃખી થતો [सः अपि] તે પણ [खलु] ખરેખર [कर्मोदयेन च एव] કર્મના ઉદયથી જ થાય છે; [तस्मात्] તેથી [न मारितः च न दुःखितः] ‘મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો’ [इति] એવો તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?
ટીકાઃ — જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણે થવું (અર્થાત્ મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે ‘મેં આને માર્યો, આને જિવાડ્યો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો’ એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — કોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડ્યું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી -દુઃખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાદ્રષ્ટિ જ હોય — એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अस्य मिथ्याद्रष्टेः] મિથ્યાદ્રષ્ટિને [यः एव अयम् अज्ञानात्मा अध्यवसायः द्रश्यते]