Samaysar (Gujarati). Kalash: 169 Gatha: 58,257.

< Previous Page   Next Page >


Page 386 of 642
PDF/HTML Page 417 of 673

 

background image
[एतत् अज्ञानम्] તે તો અજ્ઞાન છે. ૧૬૮.
ફરી આ જ અર્થને દ્રઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ
શ્લોકાર્થઃ[एतत् अज्ञानम् अधिगम्य] આ (પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને
પામીને [ये परात् परस्य मरण-जीवित-दुःख-सौख्यम् पश्यन्ति] જે પુરુષો પરથી પરનાં મરણ,
જીવન, દુઃખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, [ते] તે પુરુષો[अहंकृतिरसेन क र्माणि चिकीर्षवः]
કે જેઓ એ રીતે અહંકાર-રસથી કર્મો કરવાના ઇચ્છક છે (અર્થાત્ ‘હું આ કર્મોને કરું છું’
એવા અહંકારરૂપી રસથી જેઓ કર્મ કરવાનીમારવા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની
વાંછા કરનારા છે) તેઓ[नियतम्] નિયમથી [मिथ्याद्रशः आत्महनः भवन्ति] મિથ્યાદ્રષ્ટિ છે,
પોતાના આત્માનો ઘાત કરનારા છે.
ભાવાર્થઃજેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે
છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને
પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯.
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ
મરતો અને જે દુખી થતોસૌ કર્મના ઉદયે બને,
તેથી ‘હણ્યો મેં, દુખી કર્યો’તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨૫૭.
વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે,
‘મેં નવ હણ્યો, નવ દુખી કર્યો’તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨૫૮.
૩૮૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(वसन्ततिलका)
अज्ञानमेतदधिगम्य परात्परस्य
पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते
मिथ्या
द्रशो नियतमात्महनो भवन्ति ।।१६९।।
जो मरदि जो य दुहिदो जायदि कम्मोदएण सो सव्वो
तम्हा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ।।२५७।।
जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु
तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ।।२५८।।