તો (હે ભાઈ!) [तैः] તેમણે [दुःखितः] તને દુઃખી [कथं कृतः असि] કઈ રીતે કર્યો?
[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી
-સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી,
તો (હે ભાઈ!) [तैः] તેમણે [त्वं] તને [सुःखितः] સુખી [कथं कृतः] કઈ રીતે કર્યો?
ટીકાઃ — પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે,
કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુઃખ થવાં અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી
બીજાને દઇ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે;
માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને સુખી-દુઃખી
કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.
ભાવાર્થઃ — જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન હોય
તો તે આશય અજ્ઞાન છે. માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી-દુઃખી થાય છે
ત્યાં એમ માનવું કે ‘હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે’, તે અજ્ઞાન
છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખ-દુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે;
તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इह] આ જગતમાં [मरण-जीवित-दुःख-सौख्यम्] જીવોને મરણ, જીવિત,
દુઃખ, સુખ — [सर्वं सदैव नियतं स्वकीय-कर्मोदयात् भवति] બધુંય સદૈવ નિયમથી
( – ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે; [परः पुमान् परस्य मरण-जीवित-दुःख-सौख्यम्
कुर्यात्] ‘બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ કરે છે’ [यत् तु] આમ જે માનવું
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૮૫
सुखदुःखे हि तावज्जीवानां स्वकर्मोदयेनैव, तदभावे तयोर्भवितुमशक्यत्वात्; स्वकर्म च नान्ये-
नान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैवोपार्ज्यमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य सुख-
दुःखे कुर्यात् । अतः सुखितदुःखितान् करोमि, सुखितदुःखितः क्रिये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम् ।
(वसन्ततिलका)
सर्वं सदैव नियतं भवति स्वकीय-
कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम् ।
अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम् ।।१६८।।
49