Samaysar (Gujarati). Gatha: 254-256.

< Previous Page   Next Page >

Page 384 of 642
PDF/HTML Page 415 of 673

background image
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી થતા,
તું કર્મ તો દેતો નથી, તેં કેમ દુખિત-સુખી કર્યા? ૨૫૪.
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને? ૨૫૫.
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને? ૨૫૬.
ગાથાર્થઃ[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી
[दुःखितसुखिताः] દુઃખી-સુખી [भवन्ति] થાય છે, [च] અને [त्वं] તું [कर्म] તેમને કર્મ તો [न
ददासि] દેતો નથી, તો (હે ભાઈ!) તેં [ते] તેમને [दुःखितसुखिताः] દુઃખી-સુખી [कथं कृताः]
કઈ રીતે કર્યા?
[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી
સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી,
૩૮૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे
कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कह कया ते ।।२५४।।
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे
कम्म च ण दिंति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं ।।२५५।।
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे
कम्मं च ण दिंति तुहं कह तं सुहिदो कदो तेहिं ।।२५६।।
कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे
कर्म च न ददासि त्वं दुःखितसुखिताः कथं कृतास्ते ।।२५४।।
कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे
कर्म च न ददति तव कृतोऽसि कथं दुःखितस्तैः ।।२५५।।
कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे
कर्म च न ददति तव कथं त्वं सुखितः कृतस्तैः ।।२५६।।