કહાનજૈનશાસ્ત્રમાળા ]
परजीवानहं दुःखितान् सुखितांश्च करोमि, परजीवैर्दुःखितः सुखितश्च क्रियेऽहमित्य- ध्यवसायो ध्रुवमज्ञानम् । स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्याद्रष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्द्रष्टिः ।
દુઃખ-સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [यः] જે [इति मन्यते] એમ માને છે કે [आत्मना तु] મારા પોતાથી [सत्त्वान्] હું (પર) જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું, [सः] તે [मूढः] મૂઢ ( – મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત તે [ज्ञानी] જ્ઞાની છે.
ટીકાઃ — ‘પર જીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પર જીવો મને દુઃખી તથા સુખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — ‘હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે — સમ્યગ્દ્રષ્ટિ છે.
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ —