૪૦૦
एतानि किल यानि त्रिविधान्यध्यवसानानि तानि समस्तान्यपि शुभाशुभ- कर्मबन्धनिमित्तानि, स्वयमज्ञानादिरूपत्वात् । तथाहि — यदिदं हिनस्मीत्याद्यध्यवसानं तत्, ज्ञानमयत्वेनात्मनः सदहेतुकज्ञप्त्येकक्रियस्य रागद्वेषविपाकमयीनां हननादिक्रियाणां च विशेषाज्ञानेन विविक्तात्माज्ञानात्, अस्ति तावदज्ञानं, विविक्तात्मादर्शनादस्ति च मिथ्यादर्शनं,
ગાથાર્થઃ — [एतानि] આ (પૂર્વે કહેલાં) [एवमादीनि] તથા આવાં બીજાં પણ [अध्यवसानानि] અધ્યવસાન [येषाम्] જેમને [न सन्ति] નથી, [ते मुनयः] તે મુનિઓ [अशुभेन] અશુભ [वा शुभेन] કે શુભ [कर्मणा] કર્મથી [न लिप्यन्ते] લેપાતા નથી.
ટીકાઃ — આ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાંય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. તે વિશેષ સમજાવવામાં આવે છેઃ — ‘હું (પર જીવોને) હણું છું’ ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે ૧સત્રૂપ ૨અહેતુક ૩જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી ૪હનન આદિ ક્રિયાઓનો ૫વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન ૧. સત્રૂપ = સત્તાસ્વરૂપ; અસ્તિત્વસ્વરૂપ. (આત્મા જ્ઞાનમય છે તેથી સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ તેની એક
ક્રિયા છે.) ૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવી; અકારણ; સ્વયંસિદ્ધ; સહજ. ૩. જ્ઞપ્તિ = જાણવું તે; જાણનક્રિયા. (જ્ઞપ્તિક્રિયા સત
૪. હનન = હણવું તે; હણવારૂપ ક્રિયા. (હણવું વગેરે ક્રિયાઓ રાગદ્વેષના ઉદયમય છે.) ૫. વિશેષ = તફાવત; ભિન્ન લક્ષણ.