પુણ્યરૂપ કરે છે અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે
છે; વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી
પોતાને ધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અધર્મના (અર્થાત્ અધર્માસ્તિકાયના) અધ્યવસાનથી
પોતાને અધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ
કરે છે, જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે, જાણવામાં
આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતા
અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. (આ રીતે આત્મા અધ્યવસાનથી
પોતાને સર્વરૂપ કરે છે.)
ભાવાર્થઃ — આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું.
તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની
પ્રવર્તે છે.
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [विश्वात् विभक्तः अपि हि] વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા
છતાં [आत्मा] આત્મા [यत्-प्रभावात् आत्मानम् विश्वम् विदधाति] જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ
કરે છે [एषः अध्यवसायः] એવો આ અધ્યવસાય — [मोह-एक-कन्दः] કે જેનું મોહ જ એક
મૂળ છે તે — [येषां इह नास्ति] જેમને નથી [ते एव यतयः] તે જ મુનિઓ છે. ૧૭૨.
આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથી — એમ હવે ગાથામાં કહે
છેઃ —
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૯૯
पुण्यं, विपच्यमानदुःखादिपापाध्यवसानेन पापमात्मानं कुर्यात् । तथैव च ज्ञायमानधर्माध्यवसानेन
धर्मं, ज्ञायमानाधर्माध्यवसानेनाधर्मं, ज्ञायमानजीवान्तराध्यवसानेन जीवान्तरं, ज्ञायमानपुद्गलाध्यव-
सानेन पुद्गलं, ज्ञायमानलोकाकाशाध्यवसानेन लोकाकाशं, ज्ञायमानालोकाकाशाध्यवसानेना-
लोकाकाशमात्मानं कुर्यात् ।
(इन्द्रवज्रा)
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावा-
दात्मानमात्मा विदधाति विश्वम् ।
मोहैककन्दोऽध्यवसाय एष
नास्तीह येषां यतयस्त एव ।।१७२।।