૩૯૮
यथायमेवं क्रियागर्भहिंसाध्यवसानेन हिंसकं, इतराध्यवसानैरितरं च आत्मात्मानं कुर्यात्, तथा विपच्यमाननारकाध्यवसानेन नारकं, विपच्यमानतिर्यगध्यवसानेन तिर्यञ्चं, विपच्यमान- मनुष्याध्यवसानेन मनुष्यं, विपच्यमानदेवाध्यवसानेन देवं, विपच्यमानसुखादिपुण्याध्यवसानेन
ગાથાર્થઃ — [जीवः] જીવ [अध्यवसानेन] અધ્યવસાનથી [तिर्यङ्नैरयिकान्] તિર્યંચ, નારક, [देवमनुजान् च] દેવ અને મનુષ્ય [सर्वान्] એ સર્વ પર્યાયો, [च] તથા [नैकविधम्] અનેક પ્રકારનાં [पुण्यं पापं] પુણ્ય અને પાપ — [सर्वान्] એ બધારૂપ [करोति] પોતાને કરે છે. [तथा च] વળી તેવી રીતે [जीवः] જીવ [अध्यवसानेन] અધ્યવસાનથી [धर्माधर्मं ] ધર્મ-અધર્મ, [जीवाजीवौ] જીવ- અજીવ [च] અને [अलोकलोकं] લોક-અલોક — [सर्वान्] એ બધારૂપ [आत्मानम् करोति] પોતાને કરે છે.
ટીકાઃ — જેવી રીતે આ આત્મા પૂર્વોક્ત પ્રકારે *ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, (અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે) અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક ( – નારકી) કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને * હિંસા આદિનાં અધ્યવસાનો રાગદ્વેષના ઉદયમય એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલાં છે, અર્થાત્