પ્રકાશતી જ્ઞાનજ્યોતિ જરા પણ અજ્ઞાનરૂપ, મિથ્યાદર્શનરૂપ અને અચારિત્રરૂપ નહિ થતી
હોવાથી) શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી.
ભાવાર્થઃ — આ જે અધ્યવસાનો છે તે ‘હું પરને હણું છું’ એ પ્રકારનાં છે, ‘હું નારક
છું’ એ પ્રકારનાં છે તથા ‘હું પરદ્રવ્યને જાણું છું’ એ પ્રકારનાં છે. તેઓ, જ્યાં સુધી આત્માનો
ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને જ્ઞેયરૂપ
અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે. તેઓ ભેદજ્ઞાનના અભાવને લીધે
મિથ્યાજ્ઞાનરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે.
તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ આત્માને સમ્યક્ જાણે છે, સમ્યક્ શ્રદ્ધે
છે અને સમ્યક્ આચરે છે, તેથી અજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ થયા થકા
કર્મોથી લેપાતા નથી.
‘‘અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો, તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ
બરાબર સમજવામાં નથી આવ્યું.’’ આમ પૂછવામાં આવતાં, હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં
કહે છેઃ —
બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને
પરિણામ, ચિત્ત ને ભાવ — શબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧.
ગાથાર્થઃ — [बुद्धिः] બુદ્ધિ, [व्यवसायः अपि च] વ્યવસાય, [अध्यवसानं] અધ્યવસાન,
[मतिः च] મતિ, [विज्ञानम् ] વિજ્ઞાન, [चित्तं] ચિત્ત, [भावः] ભાવ [च] અને
[परिणामः] પરિણામ — [सर्वं ] એ બધા [एकार्थम् एव] એકાર્થ જ છે ( – નામ જુદાં છે, અર્થ
જુદા નથી).
૪૦૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भावात्, शुभेनाशुभेन वा कर्मणा न खलु लिप्येरन् ।
किमेतदध्यवसानं नामेति चेत् —
बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं ।
एक्कट्ठमेव सव्वं चित्तं भावो य परिणामो ।।२७१।।
बुद्धिर्व्यवसायोऽपि च अध्यवसानं मतिश्च विज्ञानम् ।
एकार्थमेव सर्वं चित्तं भावश्च परिणामः ।।२७१।।