ટીકાઃ — સ્વ-પરનો અવિવેક હોય (અર્થાત્ સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય) ત્યારે જીવની
૧અધ્યવસિતિમાત્ર તે અધ્યવસાન છે; અને તે જ (અર્થાત્ જેને અધ્યવસાન કહ્યું તે જ) બોધન-
માત્રપણાથી બુદ્ધિ છે, ૨વ્યવસાનમાત્રપણાથી વ્યવસાય છે, ૩મનનમાત્રપણાથી મતિ છે, વિજ્ઞપ્તિ-
માત્રપણાથી વિજ્ઞાન છે, ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવનમાત્રપણાથી ભાવ છે,
ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે. (આ રીતે આ બધાય શબ્દો એકાર્થ છે.)
ભાવાર્થઃ — આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના
પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના
એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે.
‘અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો
છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે’ — એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે
કહે છેઃ —
શ્લોકાર્થઃ — આચાર્યદેવ કહે છે કેઃ — [सर्वत्र यद् अध्यवसानम्] સર્વ વસ્તુઓમાં જે
અધ્યવસાન થાય છે [अखिलं] તે બધાંય (અધ્યવસાન) [जिनैः] જિન ભગવાનોએ [एवम्]
પૂર્વોક્ત રીતે [त्याज्यं उक्तं] ત્યાગવાયોગ્ય કહ્યાં છે [तत्] તેથી [मन्ये] અમે એમ માનીએ છીએ
કે [अन्य-आश्रयः व्यवहारः एव निखिलः अपि त्याजितः] ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૪૦૩
स्वपरयोरविवेके सति जीवस्याध्यवसितिमात्रमध्यवसानं; तदेव च बोधनमात्रत्वाद्बुद्धिः,
व्यवसानमात्रत्वाद्वयवसायः, मननमात्रत्वान्मतिः, विज्ञप्तिमात्रत्वाद्विज्ञानं, चेतनामात्रत्वाच्चित्तं, चितो
भवनमात्रत्वाद्भावः, चितः परिणमनमात्रत्वात्परिणामः ।
(शार्दूलविक्रीडित)
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै-
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः ।
सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम् ।।१७३।।
૧. અધ્યવસિતિ = (એકમાં બીજાની માન્યતાપૂર્વક) પરિણતિ; (મિથ્યા) નિશ્ચિતિ; (ખોટો) નિશ્ચય
હોવો તે.
૨. વ્યવસાન = કામમાં લાગ્યા રહેવું તે; ઉદ્યમી હોવું તે; નિશ્ચય હોવો તે.
૩. મનન = માનવું તે; જાણવું તે.