૪૦૪
आत्माश्रितो निश्चयनयः, पराश्रितो व्यवहारनयः । तत्रैवं निश्चयनयेन पराश्रितं
समस्तमध्यवसानं बन्धहेतुत्वेन मुमुक्षोः प्रतिषेधयता व्यवहारनय एव किल प्रतिषिद्धः, तस्यापि
જ સઘળોય છોડાવ્યો છે’. [तत्] તો પછી, [अमी सन्तः] આ સત્પુરુષો [एकम् सम्यक् निश्चयम् एव निष्कम्पम् आक्रम्य] એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને [शुद्धज्ञानघने निजे महिम्नि] શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિમામાં ( – આત્મસ્વરૂપમાં) [धृतिम् किं न बध्नन्ति] સ્થિરતા કેમ ધરતા નથી?
ભાવાર્થઃ — જિનેશ્વરદેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું. માટે ‘શુદ્ધજ્ઞાનસ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો’ એવો શુદ્ધનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. વળી, ‘‘જો ભગવાને અધ્યવસાન છોડાવ્યાં છે તો હવે સત્પુરુષો નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરી સ્વરૂપમાં કેમ નથી ઠરતા — એ અમને અચરજ છે’’ એમ કહીને આચાર્યદેવે આશ્ચર્ય બતાવ્યું છે. ૧૭૩.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [एवं] એ રીતે (પૂર્વોક્ત રીતે) [व्यवहारनयः] (પરાશ્રિત એવો) વ્યવહારનય [निश्चयनयेन] નિશ્ચયનય વડે [प्रतिषिद्धः जानीहि] નિષિદ્ધ જાણ; [पुनः निश्चयनयाश्रिताः] નિશ્ચયનયને આશ્રિત [मुनयः] મુનિઓ [निर्वाणम्] નિર્વાણને [प्राप्नुवन्ति] પામે છે.
ટીકાઃ — આત્માશ્રિત (અર્થાત્ સ્વ-આશ્રિત) નિશ્ચયનય છે, પરાશ્રિત (અર્થાત્ પરને આશ્રિત) વ્યવહારનય છે. ત્યાં, પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન (અર્થાત્ પોતાના ને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન) બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો ( – અધ્યવસાનનો) નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો