કહાનજૈનશાસ્ત્રમાળા ]
पराश्रितत्वाविशेषात् । प्रतिषेध्य एव चायं, आत्माश्रितनिश्चयनयाश्रितानामेव मुच्यमानत्वात्, पराश्रितव्यवहारनयस्यैकान्तेनामुच्यमानेनाभव्येनाप्याश्रीयमाणत्वाच्च ।
છે, કારણ કે વ્યવહારનયને પણ પરાશ્રિતપણું સમાન જ છે ( – જેમ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહારનય પણ પરાશ્રિત છે, તેમાં તફાવત નથી). અને આ વ્યવહારનય એ રીતે નિષેધવા- યોગ્ય જ છે; કારણ કે આત્માશ્રિત નિશ્ચયનયનો આશ્રય કરનારાઓ જ (કર્મથી) મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે.
ભાવાર્થઃ — આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે. અધ્યવસાન પણ વ્યવહારનયનો જ વિષય છે તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો જ ત્યાગ છે, અને પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે તે વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ છે. આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહારનયના ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ એ છે કે — જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે વ્યવહારનયના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી.
હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનયનો કઈ રીતે આશ્રય કરે છે? તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહેલાં [व्रतसमितिगुप्तयः] વ્રત, સમિતિ, ગુપ્તિ, [शीलतपः] શીલ, તપ [कुर्वन् अपि] કરતાં છતાં પણ [अभव्यः] અભવ્ય જીવ