કહાનજૈનશાસ્ત્રમાળા ]
श्रद्धत्ते । ज्ञानमश्रद्दधानश्चाचाराद्येकादशाङ्गं श्रुतमधीयानोऽपि श्रुताध्ययनगुणाभावान्न ज्ञानी स्यात् । स किल गुणः श्रुताध्ययनस्य यद्विविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं; तच्च विविक्तवस्तुभूतं ज्ञानम- श्रद्दधानस्याभव्यस्य श्रुताध्ययनेन न विधातुं शक्येत । ततस्तस्य तद्गुणाभावः । ततश्च ज्ञानश्रद्धानाभावात् सोऽज्ञानीति प्रतिनियतः ।
શૂન્ય હોવાને લીધે, નથી શ્રદ્ધતો. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો. અને જ્ઞાનને નહિ શ્રદ્ધતો તે, આચારાંગ આદિ અગિયાર અંગરૂપ શ્રુતને (શાસ્ત્રને) ભણતો હોવા છતાં, શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. જે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે; અને તે તો (અર્થાત્ એવું શુદ્ધાત્મજ્ઞાન તો), ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્ર-ભણતર વડે કરી શકાતું નથી (અર્થાત્ શાસ્ત્ર-ભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન કરી શકતું નથી); માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે; અને તેથી જ્ઞાન- શ્રદ્ધાનના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો — નક્કી થયો.
ભાવાર્થઃ — અભવ્ય જીવ અગિયાર અંગ ભણે તોપણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી; તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો; અને તેથી તે અજ્ઞાની જ છે.
ફરી શિષ્ય પૂછે છે કે — અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે; છતાં ‘તેને શ્રદ્ધાન નથી’ એમ કેમ કહ્યું? તેનો ઉત્તર હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [सः] તે (અભવ્ય જીવ) [ भोगनिमित्तं धर्मं ] ભોગના નિમિત્તરૂપ ધર્મને જ [श्रद्दधाति च] શ્રદ્ધે છે, [प्रत्येति च] તેની જ પ્રતીત કરે છે, [रोचयति च] તેની જ રુચિ કરે છે [तथा पुनः स्पृशति च] અને તેને જ સ્પર્શે છે, [न तु कर्मक्षयनिमित्तम्] પરંતુ