कदाचिदपि श्रुतपूर्वं, न कदाचिदपि परिचितपूर्वं, न कदाचिदप्यनुभूतपूर्वं च निर्मलविवेकालोक-
विविक्तं केवलमेकत्वम् । अत एकत्वस्य न सुलभत्वम् ।
अत एवैतदुपदर्श्यते —
तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण ।
जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं ।।५।।
तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन ।
यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम् ।।५।।
નહિ કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને
નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી.
ભાવાર્થઃ — આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ
કરે છે. ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ધોંસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ
દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઇલાજ ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર
દોડે છે; તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ (વિષયોની ઇચ્છા)
તથા ભોગ (તેમને ભોગવવું) — એ બેની કથા તો અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને
અનુભવી તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના
આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહિ, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની
સેવા કદી કરી નહિ; તેથી તેની કથા (વાત) ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન
તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે.
હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ
છીએઃ —
દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ. ૫.
ગાથાર્થઃ — [तम्] તે [एकत्वविभक्त] એકત્વવિભક્ત આત્માને [अहं] હું [आत्मनः]
આત્માના [स्वविभवेन] નિજ વૈભવ વડે [दर्शये] દેખાડું છું; [यदि] જો હું [दर्शयेयं] દેખાડું તો
[प्रमाणं] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [स्खलेयं] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [छलं] છળ
[न] ન [गृहीतव्यम्] ગ્રહણ કરવું.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૧૩