Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 14 of 642
PDF/HTML Page 45 of 673

 

background image
इह किल सकलोद्भासिस्यात्पदमुद्रितशब्दब्रह्मोपासनजन्मा, समस्तविपक्षक्षोदक्षमाति-
निस्तुषयुक्त्यवलम्बनजन्मा, निर्मलविज्ञानघनान्तर्निमग्नपरापरगुरुप्रसादीकृ तशुद्धात्मतत्त्वानुशासन-
जन्मा, अनवरतस्यन्दिसुन्दरानन्दमुद्रितामन्दसंविदात्मकस्वसंवेदनजन्मा च यः कश्चनापि ममात्मनः
स्वो विभवस्तेन समस्तेनाप्ययं तमेकत्वविभक्तमात्मानं दर्शयेऽहमिति बद्धव्यवसायोऽस्मि
किन्तु
यदि दर्शयेयं तदा स्वयमेव स्वानुभवप्रत्यक्षेण परीक्ष्य प्रमाणीकर्तव्यम् यदि तु स्खलेयं तदा तु
न छलग्रहणजागरूकैर्भवितव्यम्
ટીકાઆચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું
આ એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉદ્યમ, નિર્ણય) કર્યો છે. કેવો છે
મારા આત્માનો નિજવિભવ
? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને ‘स्यात्’
પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મઅર્હંતનાં પરમાગમતેની ઉપાસનાથી જેનો જન્મ છે.
(‘स्यात्’નો અર્થ ‘કથંચિત્’ છે એટલે કે ‘કોઈ પ્રકારથી કહેવું’. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં
તેનું કારણઃ અર્હંતનાં પરમાગમમાં સામાન્ય ધર્મોવચનગોચર સર્વ ધર્મોનાં નામ આવે
છે; અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે;
એ રીતે તે સર્વ વસ્તુઓનાં પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને
શબ્દબ્રહ્મ કહે છે.) વળી તે નિજવિભવ કેવો છે
? સમસ્ત જે વિપક્ષઅન્યવાદીઓથી ગ્રહણ
કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષતેમના નિરાકરણમાં સમર્થ જે અતિનિસ્તુષ નિર્બાધ
યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિર્મળવિજ્ઞાનઘન જે આત્મા તેમાં
અંતર્નિમગ્ન પરમગુરુસર્વજ્ઞદેવ અને અપરગુરુગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યંત,
તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે.
વળી તે કેવો છે
? નિરંતર ઝરતોઆસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે
પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ
છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી
પરીક્ષા કરી પ્રમાણ કરવું; જો ક્યાંય અક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી
જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. શાસ્ત્રસમુદ્રનાં પ્રકરણ બહુ છે માટે
અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી.
ભાવાર્થઆચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને
સ્વસંવેદનએ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ
આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ
કરો; ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો
અનુભવ પ્રધાન છે; તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો
એમ કહેવાનો આશય છે.
૧૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-