Samaysar (Gujarati). Gatha: 6.

< Previous Page   Next Page >


Page 15 of 642
PDF/HTML Page 46 of 673

 

background image
कोऽसौ शुद्ध आत्मेति चेत्
ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो
एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव ।।६।।
नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः
एवं भणन्ति शुद्धं ज्ञातो यः स तु स चैव ।।६।।
यो हि नाम स्वतःसिद्धत्वेनानादिरनन्तो नित्योद्योतो विशदज्योतिर्ज्ञायक एको भावः स
संसारावस्थायामनादिबन्धपर्यायनिरूपणया क्षीरोदकवत्कर्मपुद्गलैः सममेकत्वेऽपि द्रव्यस्वभाव-
निरूपणया दुरन्तकषायचक्रोदयवैचित्र्यवशेन प्रवर्तमानानां पुण्यपापनिर्वर्तकानामुपात्तवैश्वरूप्याणां
शुभाशुभभावानां स्वभावेनापरिणमनात्प्रमत्तोऽप्रमत्तश्च न भवति
एष एवाशेषद्रव्यान्तरभावेभ्यो
भिन्नत्वेनोपास्यमानः शुद्ध इत्यभिलप्यते
હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ?
એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬.
ગાથાર્થ[यः तु] જે [ज्ञायकः भावः] જ્ઞાયક ભાવ છે તે [अप्रमत्तः अपि] અપ્રમત્ત
પણ [न भवति] નથી અને [न प्रमत्तः] પ્રમત્ત પણ નથી, [एवं] એ રીતે [शुद्धं] એને શુદ્ધ
[भणन्ति] કહે છે; [च यः] વળી જે [ज्ञातः] જ્ઞાયકપણે જણાયો [सः तु] તે તો [सः एव] તે
જ છે, બીજો કોઈ નથી.
ટીકાજે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી)
અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક
નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ‘ભાવ’ છે, તે સંસારની અવસ્થામાં
અનાદિ બંધપર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા
છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (
કષાય-
સમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત
અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી (જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ
થતો નથી) તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી
ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ’ કહેવાય છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૧૫