Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 16 of 642
PDF/HTML Page 47 of 673

 

background image
न चास्य ज्ञेयनिष्ठत्वेन ज्ञायकत्वप्रसिद्धेः दाह्यनिष्ठदहनस्येवाशुद्धत्वं, यतो हि
तस्यामवस्थायां ज्ञायकत्वेन यो ज्ञातः स स्वरूपप्रकाशनदशायां प्रदीपस्येव कर्तृकर्मणोरनन्यत्वात्
ज्ञायक एव
વળી દાહ્યના (બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તોપણ
દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ‘ભાવ’ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તોપણ
જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-
પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી
જ્ઞાયક જ છે
પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ
દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાનેપોતાની જ્યોતિરૂપ
શિખાનેપ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું.)
ભાવાર્થઅશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ
થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય-દ્રષ્ટિથી તો દ્રવ્ય
જે છે તે જ છે અને પર્યાય(અવસ્થા)-દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ
રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી
રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય
છે અને દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી.
અહીં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના
સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે,
અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે,
પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. ‘જ્ઞાયક’
એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે
ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તોપણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે
જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. ‘આ હું
જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી’
એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો
ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે.
આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે.
આ શુદ્ધનયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત
ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની
દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ આશય જાણવો.
અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને સર્વથા
૧૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-