કહાનજૈનશાસ્ત્રમાળા ]
दर्शनस्य सद्भावात्; शुद्ध आत्मैव चारित्रस्याश्रयः, षड्जीवनिकायसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव चारित्रस्य सद्भावात् ।
स्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः ।
मिति प्रणुन्नाः पुनरेवमाहुः ।।१७४।।
અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ દર્શનનો સદ્ભાવ છે; શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવ-નિકાયના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે.
ભાવાર્થઃ — આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા — એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતાં, તેથી વ્યવહારનય તો નિષેધ્ય છે; અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો છે.
હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — ‘‘[रागादयः बन्धनिदानम् उक्ताः] રાગાદિકને બંધનાં કારણ કહ્યા અને વળી [ते शुद्ध-चिन्मात्र-महः-अतिरिक्ताः] તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી (અર્થાત્ આત્માથી) ભિન્ન કહ્યા; [तद्-निमित्तम्] ત્યારે તે રાગાદિકનું નિમિત્ત [किमु आत्मा वा परः] આત્મા છે કે બીજું કોઈ?’’ [इति प्रणुन्नाः पुनः एवम् आहुः] એવા (શિષ્યના) પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્યભગવાન ફરીને આમ (નીચે પ્રમાણે) કહે છે. ૧૭૪.
ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્યભગવાન ગાથા કહે છેઃ —