૪૧૨
यथा खलु केवलः स्फ टिकोपलः, परिणामस्वभावत्वे सत्यपि, स्वस्य शुद्धस्वभावत्वेन रागादिनिमित्तत्वाभावात् रागादिभिः स्वयं न परिणमते, परद्रव्येणैव स्वयं रागादिभावापन्नतया स्वस्य रागादिनिमित्तभूतेन, शुद्धस्वभावात्प्रच्यवमान एव, रागादिभिः परिणम्यते; तथा केवलः किलात्मा, परिणामस्वभावत्वे सत्यपि, स्वस्य शुद्धस्वभावत्वेन रागादिनिमित्तत्वाभावात् रागादिभिः
ગાથાર્થઃ — [यथा] જેમ [स्फ टिकमणिः] સ્ફટિકમણિ [शुद्धः] શુદ્ધ હોવાથી [रागाद्यैः] રાગાદિરૂપે (રતાશ-આદિરૂપે) [स्वयं] પોતાની મેળે [न परिणमते] પરિણમતો નથી [तु] પરંતુ [अन्यैः रक्तादिभिः द्रव्यैः] અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે [सः] તે [रज्यते] રક્ત ( – રાતો) આદિ કરાય છે, [एवं] તેમ [ज्ञानी] જ્ઞાની અર્થાત્ આત્મા [शुद्धः] શુદ્ધ હોવાથી [रागाद्यैः] રાગાદિરૂપે [स्वयं] પોતાની મેળે [न परिणमते] પરિણમતો નથી [तु] પરંતુ [अन्यैः रागादिभिः दोषैः] અન્ય રાગાદિ દોષો વડે [सः] તે [रज्यते] રાગી આદિ કરાય છે.
ટીકાઃ — જેવી રીતે ખરેખર કેવળ ( – એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમન- સ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી સ્ફટિકમણિને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે; તેવી રીતે ખરેખર કેવળ ( – એકલો) આત્મા, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે