Samaysar (Gujarati). Kalash: 175.

< Previous Page   Next Page >


Page 413 of 642
PDF/HTML Page 444 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૪૧૩
स्वयं न परिणमते, परद्रव्येणैव स्वयं रागादिभावापन्नतया स्वस्य रागादिनिमित्तभूतेन,
शुद्धस्वभावात्प्रच्यवमान एव, रागादिभिः परिणम्यते
इति तावद्वस्तुस्वभावः
(उपजाति)
न जातु रागादिनिमित्तभाव-
मात्मात्मनो याति यथार्ककान्तः
तस्मिन्निमित्तं परसङ्ग एव
वस्तुस्वभावोऽयमुदेति तावत्
।।१७५।।
પોતાને રાગાદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો
નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય
છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે.
આવો વસ્તુનો સ્વભાવ છે.
ભાવાર્થઃસ્ફટિકમણિ પોતે તો કેવળ એકાકાર શુદ્ધ જ છે; તે પરિણમન-
સ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ-આદિરૂપે પરિણમતો નથી પરંતુ લાલ
આદિ પરદ્રવ્યના નિમિત્તે (અર્થાત્
સ્વયં લાલાશ-આદિરૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે)
લાલાશ-આદિરૂપે પરિણમે છે. તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો
હોવા છતાં એકલો પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી પરંતુ રાગાદિરૂપ પરદ્રવ્યના
નિમિત્તે (અર્થાત્
સ્વયં રાગાદિરૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે) રાગાદિરૂપે પરિણમે
છે. આવો વસ્તુનો જ સ્વભાવ છે, તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[यथा अर्ककान्तः] સૂર્યકાંતમણિની માફક (અર્થાત્ જેમ સૂર્યકાંતમણિ
પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે,
તેમ)
[आत्मा आत्मनः रागादिनिमित्तभावम् जातु न याति] આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી
પણ થતો નથી, [तस्मिन् निमित्तं परसङ्गः एव] તેમાં નિમિત્ત પરસંગ જ (પરદ્રવ્યનો સંગ જ)
છે.[अयम् वस्तुस्वभावः उदेति तावत् ] આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. (સદાય વસ્તુનો
આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી.) ૧૭૫.
‘આવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી’ એવા અર્થનો,
આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ