૪૧૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः ।
रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः ।।१७६।।
ण य रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा ।
सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ।।२८०।।
न च रागद्वेषमोहं करोति ज्ञानी कषायभावं वा ।
स्वयमात्मनो न स तेन कारकस्तेषां भावानाम् ।।२८०।।
यथोक्तं वस्तुस्वभावं जानन् ज्ञानी शुद्धस्वभावादेव न प्रच्यवते, ततो रागद्वेषमोहादि-
भावैः स्वयं न परिणमते, न परेणापि परिणम्यते, ततष्टङ्कोत्कीर्णैकज्ञायकभावो ज्ञानी
रागद्वेषमोहादिभावानामकर्तैवेति प्रतिनियमः ।
શ્લોકાર્થઃ — [इति स्वं वस्तुस्वभावं ज्ञानी जानाति] એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની
જાણે છે [तेन सः रागादीन् आत्मनः न कुर्यात्] તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી, [अतः
कारकः न भवति] તેથી તે (રાગાદિકનો) કર્તા નથી. ૧૭૬.
હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છેઃ —
કદી રાગદ્વેષવિમોહ અગર કષાયભાવો નિજ વિષે
જ્ઞાની સ્વયં કરતો નથી; તેથી ન તત્કારક ઠરે. ૨૮૦.
ગાથાર્થઃ — [ज्ञानी] જ્ઞાની [रागद्वेषमोहं] રાગદ્વેષમોહને [वा कषायभावं] કે કષાયભાવને
[स्वयम्] પોતાની મેળે [आत्मनः] પોતામાં [न च करोति] કરતો નથી [तेन] તેથી [सः] તે, [तेषां
भावानाम्] તે ભાવોનો [कारकः न] કારક અર્થાત્ કર્તા નથી.
ટીકાઃ — યથોક્ત (અર્થાત્ જેવો કહ્યો તેવા) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના)
શુદ્ધસ્વભાવથી જ ચ્યુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોરૂપે પોતાની મેળે પરિણમતો
નથી અને પર વડે પણ પરિણમાવાતો નથી, માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની રાગ
-દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છે — એવો નિયમ છે.
ભાવાર્થઃ — આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે ‘આત્મા પોતે
તો શુદ્ધ જ છે — દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે, પર્યાયદ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે