કહાનજૈનશાસ્ત્રમાળા ]
यथोक्तं वस्तुस्वभावमजानंस्त्वज्ञानी शुद्धस्वभावादासंसारं प्रच्युत एव, ततः कर्म-
विपाकप्रभवै रागद्वेषमोहादिभावैः परिणममानोऽज्ञानी रागद्वेषमोहादिभावानां कर्ता भवन् बध्यत एवेति प्रतिनियमः ।
પરિણમે છે’; માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી, ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.
‘આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી તેથી તે રાગાદિક ભાવોનો કર્તા થાય છે’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इति स्वं वस्तुस्वभावं अज्ञानी न वेत्ति] એવા પોતાના વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી [तेन सः रागादीन् आत्मनः कुर्यात् ] તેથી તે રાગાદિકને ( – રાગાદિભાવોને) પોતાના કરે છે, [अतः कारकः भवति] તેથી (તેમનો) કર્તા થાય છે. ૧૭૭.
હવે આ અર્થની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः] પરિણમતો અજ્ઞાની [रागादीन्] રાગાદિકને [पुनः अपि] ફરીને પણ [बध्नाति] બાંધે છે.
ટીકાઃ — યથોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવો- રૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી) બંધાય જ છે — એવો નિયમ છે.