Samaysar (Gujarati). Gatha: 282.

< Previous Page   Next Page >


Page 416 of 642
PDF/HTML Page 447 of 673

 

background image
૪૧૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ततः स्थितमेतत्
रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा
तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा ।।२८२।।
रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः
तैस्तु परिणममानो रागादीन् बध्नाति चेतयिता ।।२८२।।
य इमे किलाज्ञानिनः पुद्गलकर्मनिमित्ता रागद्वेषमोहादिपरिणामास्त एव भूयो
रागद्वेषमोहादिपरिणामनिमित्तस्य पुद्गलकर्मणो बन्धहेतुरिति
कथमात्मा रागादीनामकारक एवेति चेत्
ભાવાર્થઃઅજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી અને કર્મના ઉદયથી
જે ભાવો થાય છે તેમને પોતાના સમજીને પરિણમે છે, માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી
આગામી કર્મ બાંધે છે
એવો નિયમ છે.
‘‘તેથી આમ ઠર્યું (અર્થાત્ પૂર્વોક્ત કારણથી નીચે પ્રમાણે નક્કી થયું )’’ એમ હવે કહે
છેઃ
એમ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨.
ગાથાર્થઃ[रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં
(અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः]
પરિણમતો થકો [चेतयिता] આત્મા [रागादीन्] રાગાદિકને [बध्नाति] બાંધે છે.
ટીકાઃખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષ-
મોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના
બંધનું કારણ છે.
ભાવાર્થઃઅજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ
જ ફરીને આગામી કર્મબંધનાં કારણ થાય છે.
હવે પૂછે છે કે આત્મા રાગાદિકનો અકારક જ શી રીતે છે? તેનું સમાધાન (આગમનું
પ્રમાણ આપીને) કરે છેઃ