Samaysar (Gujarati). Gatha: 283-285.

< Previous Page   Next Page >


Page 417 of 642
PDF/HTML Page 448 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

બંધ અધિકાર
૪૧૭
अप्पडिकमणं दुविहं अपच्चखाणं तहेव विण्णेयं
एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा ।।२८३।।
अप्पडिकमणं दुविहं दव्वे भावे अपच्चखाणं पि
एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा ।।२८४।।
जावं अप्पडिकमणं अपच्चखाणं च दव्वभावाणं
कुव्वदि आदा तावं कत्ता सो होदि णादव्वो ।।२८५।।
अप्रतिक्रमणं द्विविधमप्रत्याख्यानं तथैव विज्ञेयम्
एतेनोपदेशेन चाकारको वर्णितश्चेतयिता ।।२८३।।
अप्रतिक्रमणं द्विविधं द्रव्ये भावेऽपिऽप्रत्याख्यान
एतेनोपदेशेन चाकारको वर्णितश्चेतयिता ।।२८४।।
અણપ્રતિક્રમણ દ્વયવિધ, અણપચખાણ પણ દ્વયવિધ છે,
આ રીતના ઉપદેશથી વર્ણ્યો અકારક જીવને. ૨૮૩.
અણપ્રતિક્રમણ બેદ્રવ્યભાવે, એમ અણપચખાણ છે,
આ રીતના ઉપદેશથી વર્ણ્યો અકારક જીવને. ૨૮૪.
અણપ્રતિક્રમણ વળી એમ અણપચખાણ દ્રવ્યનું, ભાવનું,
આત્મા કરે છે ત્યાં લગી કર્તા બને છે જાણવું. ૨૮૫.

ગાથાર્થઃ[अप्रतिक्रमणं] અપ્રતિક્રમણ [द्विविधम् ] બે પ્રકારનું [तथा एव] તેમ જ [अप्रत्याख्यानं] અપ્રત્યાખ્યાન બે પ્રકારનું [विज्ञेयम्] જાણવું;[एतेन उपदेशेन च] આ ઉપદેશથી [चेतयिता] આત્મા [अकारकः वर्णितः] અકારક વર્ણવવામાં આવ્યો છે.

[अप्रतिक्रमणं] અપ્રતિક્રમણ [द्विविधं] બે પ્રકારનું છે[द्रव्ये भावे] દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી; [अप्रत्याख्यानम् अपि] તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છેદ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી;[एतेन उपदेशेन च] આ ઉપદેશથી [चेतयिता] આત્મા [अकारकः वर्णितः] અકારક વર્ણવવામાં આવ્યો છે.

53