૪૧૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
[यावत्] જ્યાં સુધી [आत्मा] આત્મા [द्रव्यभावयोः] દ્રવ્યનું અને ભાવનું [अप्रतिक्रमणम्
च अप्रत्याख्यानं] અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન [करोति] કરે છે [तावत्] ત્યાં સુધી [सः] તે
[कर्ता भवति] કર્તા થાય છે [ज्ञातव्यः] એમ જાણવું.
ટીકાઃ — આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે; કારણ કે, જો એમ ન હોય
તો (અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો) અપ્રતિક્રમણ અને
અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે
ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ (બે પ્રકારનો) ઉપદેશ છે તે, દ્રવ્ય અને ભાવના
નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે. માટે એમ
નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે. જો એમ ન
માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ અને દ્રવ્ય-અપ્રત્યાખ્યાનનો કર્તાપણાનાં નિમિત્ત તરીકેનો
ઉપદેશ નિરર્થક જ થાય, અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું
આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે. માટે પરદ્રવ્ય જ આત્માને
રાગાદિભાવોનું નિમિત્ત હો. અને એમ હોતાં, આત્મા રાગાદિકનો અકારક જ છે એમ સિદ્ધ
થયું. (આ રીતે જોકે આત્મા રાગાદિકનો અકારક જ છે) તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત
દ્રવ્યને ( – પરદ્રવ્યને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી (અર્થાત
્ જ્યાં સુધી નિમિત્તભૂત
દ્રવ્યનું પ્રતિક્રમણ તથા પચખાણ કરતો નથી) ત્યાં સુધી નૈમિત્તિકભૂત ભાવને ( – રાગાદિભાવને)
પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી, અને જ્યાં સુધી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચખતો
નથી ત્યાં સુધી કર્તા જ છે; જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે જ
यावदप्रतिक्रमणमप्रत्याख्यानं च द्रव्यभावयोः ।
करोत्यात्मा तावत्कर्ता स भवति ज्ञातव्यः ।।२८५।।
आत्मात्मना रागादीनामकारक एव, अप्रतिक्रमणाप्रत्याख्यानयोर्द्वैविध्योपदेशान्यथानुपपत्तेः ।
यः खलु अप्रतिक्रमणाप्रत्याख्यानयोर्द्रव्यभावभेदेन द्विविधोपदेशः स, द्रव्यभावयोर्निमित्त-
नैमित्तिकभावं प्रथयन्, अकर्तृत्वमात्मनो ज्ञापयति । तत एतत् स्थितं — परद्रव्यं निमित्तं,
नैमित्तिका आत्मनो रागादिभावाः । यद्येवं नेष्येत तदा द्रव्याप्रतिक्रमणाप्रत्याख्यानयोः
कर्तृत्वनिमित्तत्वोपदेशोऽनर्थक एव स्यात्, तदनर्थकत्वे त्वेकस्यैवात्मनो रागादिभावनिमित्तत्वापत्तौ
नित्यकर्तृत्वानुषङ्गान्मोक्षाभावः प्रसजेच्च । ततः परद्रव्यमेवात्मनो रागादिभावनिमित्तमस्तु । तथा सति
तु रागादीनामकारक एवात्मा । तथापि यावन्निमित्तभूतं द्रव्यं न प्रतिक्रामति न प्रत्याचष्टे च
तावन्नैमित्तिकभूतं भावं न प्रतिक्रामति न प्रत्याचष्टे च, यावत्तु भावं न प्रतिक्रामति न प्रत्याचष्टे