છે ત્યારે સાક્ષાત્
પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર
રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ-અપ્રતિક્રમણ છે. તેવી રીતે આગામી કાળ સંબંધી
પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે
આગામી કાળમાં થનારા જે રાગાદિભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ
-અપ્રત્યાખ્યાન છે. આમ દ્રવ્ય-અપ્રતિક્રમણ ને ભાવ-અપ્રતિક્રમણ તથા દ્રવ્ય-અપ્રત્યાખ્યાન ને
ભાવ-અપ્રત્યાખ્યાન
રાગાદિભાવો નૈમિત્તિક છે. આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે
રાગાદિભાવોનો અકર્તા જ છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જોકે આ આત્મા રાગાદિકભાવોનો
અકર્તા જ છે તોપણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં
સુધી તેને રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાં સુધી રાગાદિભાવોનાં
અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદિભાવોનો કર્તા જ છે; જ્યારે તે નિમિત્તભૂત
પરદ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ
-પ્રત્યાખ્યાન થઈ જાય છે, અને જ્યારે રાગાદિભાવોનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે
ત્યારે તે સાક્ષાત્ અકર્તા જ છે.