-૮-
મોક્ષ અધિકાર
अथ प्रविशति मोक्षः ।
(शिखरिणी)
द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्बन्धपुरुषौ
नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम् ।
इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं
परं पूर्णं ज्ञानं कृतसकलकृत्यं विजयते ।।१८०।।
કર્મબંધ સૌ કાપીને, પહોંચ્યા મોક્ષ સુથાન;
નમું સિદ્ધ પરમાતમા, કરું ધ્યાન અમલાન.
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે ‘હવે મોક્ષ પ્રવેશ કરે છે’.
જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે
છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે, તેથી અધિકારના આદિમાં આચાર્યદેવ સમ્યગ્જ્ઞાનના
મહિમારૂપ મંગળ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [इदानीम् ] હવે (બંધ પદાર્થ પછી), [प्रज्ञा-क्रकच-दलनात् बन्ध-पुरुषौ
द्विधाकृत्य] પ્રજ્ઞારૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા (જુદા જુદા – બે)
કરીને, [पुरुषम् उपलम्भ-एक-नियतम्] પુરુષને — કે જે પુરુષ માત્ર *અનુભૂતિ વડે જ નિશ્ચિત
છે તેને — [साक्षात् मोक्षं नयत्] સાક્ષાત્ મોક્ષ પમાડતું થકું, [पूर्णं ज्ञानं विजयते] પૂર્ણ જ્ઞાન
જયવંત પ્રવર્તે છે. કેવું છે તે જ્ઞાન? [उन्मज्जत्-सहज-परम-आनन्द-सरसं] પ્રગટ થતા સહજ પરમ
આનંદ વડે સરસ અર્થાત્ રસયુક્ત છે, [परं] ઉત્કૃષ્ટ છે, અને [कृत-सकल-कृत्यं] કરવાયોગ્ય
સમસ્ત કાર્યો જેણે કરી લીધાં છે ( – જેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી) એવું છે.
* જેટલું સ્વરૂપ-અનુભવન છે તેટલો જ આત્મા છે.