મોક્ષ અધિકાર૪૨૫
जह णाम को वि पुरिसो बंधणयम्हि चिरकालपडिबद्धो ।
तिव्वं मंदसहावं कालं च वियाणदे तस्स ।।२८८।।
जइ ण वि कुणदि च्छेदं ण मुच्चदे तेण बंधणवसो सं ।
कालेण उ बहुगेण वि ण सो णरो पावदि विमोक्खं ।।२८९।।
इय कम्मबंधणाणं पदेसठिइपयडिमेवमणुभागं ।
जाणंतो वि ण मुच्चदि मुच्चदि सो चेव जदि सुद्धो ।।२९०।।
यथा नाम कश्चित्पुरुषो बन्धनके चिरकालप्रतिबद्धः ।
तीव्रमन्दस्वभावं कालं च विजानाति तस्य ।।२८८।।
यदि नापि करोति छेदं न मुच्यते तेन बन्धनवशः सन् ।
कालेन तु बहुकेनापि न स नरः प्राप्नोति विमोक्षम् ।।२८९।।
इति कर्मबन्धनानां प्रदेशस्थितिप्रकृतिमेवमनुभागम् ।
जानन्नपि न मुच्यते मुच्यते स चैव यदि शुद्धः ।।२९०।।
ભાવાર્થઃ — જ્ઞાન બંધ-પુરુષને જુદા કરીને, પુરુષને મોક્ષ પમાડતું થકું, પોતાનું સંપૂર્ણ
સ્વરૂપ પ્રગટ કરીને જયવંત પ્રવર્તે છે. આમ જ્ઞાનનું સર્વોત્કૃષ્ટપણું કહેવું તે જ મંગળવચન
છે. ૧૮૦.
હવે, મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો, જે જીવ બંધનો છેદ
કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી — એમ
કહે છેઃ —
જ્યમ પુરુષ કો બંધન મહીં પ્રતિબદ્ધ જે ચિરકાળનો,
તે તીવ્ર-મંદ સ્વભાવ તેમ જ કાળ જાણે બંધનો, ૨૮૮.
પણ જો કરે નહિ છેદ તો ન મુકાય, બંધનવશ રહે,
ને કાળ બહુયે જાય તોપણ મુક્ત તે નર નહિ બને; ૨૮૯.
ત્યમ કર્મબંધનનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને
જાણે છતાં ન મુકાય જીવ, જો શુદ્ધ તો જ મુકાય છે. ૨૯૦.
54