કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૨૯
ટીકાઃ — જે, નિર્વિકારચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને (આત્માના સ્વભાવને) અને
તેને (અર્થાત્ આત્માને) વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોથી વિરમે છે,
તે જ સર્વ કર્મોથી મુકાય છે. આથી ( – આ કથનથી), આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું
કારણ છે એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા તે
જ મોક્ષનું કારણ છે એમ નક્કી કરવામાં આવે છે).
‘આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે (અર્થાત્ કયા સાધન વડે જુદા કરી શકાય
છે)?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ —
જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪.
ગાથાર્થઃ — [जीवः च तथा बन्धः] જીવ તથા બંધ [नियताभ्याम् स्वलक्षणाभ्यां] નિયત
સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) [छिद्येते] છેદાય છે; [प्रज्ञाछेदनकेन] પ્રજ્ઞારૂપી
છીણી વડે [छिन्नौ तु] છેદવામાં આવતાં [नानात्वम् आपन्नौ] તેઓ નાનાપણાને પામે છે અર્થાત્
જુદા પડી જાય છે.
ટીકાઃ — આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના ૧કરણ
સંબંધી ૨મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે (નિશ્ચયનયે) પોતાથી ભિન્ન કરણનો અભાવ
य एव निर्विकारचैतन्यचमत्कारमात्रमात्मस्वभावं तद्विकारकारकं बन्धानां च स्वभावं
विज्ञाय, बन्धेभ्यो विरमति, स एव सकलकर्ममोक्षं कुर्यात् । एतेनात्मबन्धयोर्द्विधाकरणस्य
मोक्षहेतुत्वं नियम्यते ।
केनात्मबन्धौ द्विधा क्रियेते इति चेत् —
जीवो बंधो य तहा छिज्जंति सलक्खणेहिं णियएहिं ।
पण्णाछेदणएण दु छिण्णा णाणत्तमावण्णा ।।२९४।।
जीवो बन्धश्च तथा छिद्येते स्वलक्षणाभ्यां नियताभ्याम् ।
प्रज्ञाछेदनकेन तु छिन्नौ नानात्वमापन्नौ ।।२९४।।
आत्मबन्धयोर्द्विधाकरणे कार्ये कर्तुरात्मनः करणमीमांसायां, निश्चयतः स्वतो
૧. કરણ = સાધન; કરણ નામનું કારક.
૨. મીમાંસા = ઊંડી વિચારણા; તપાસ; સમાલોચના.