Samaysar (Gujarati). Gatha: 293.

< Previous Page   Next Page >


Page 428 of 642
PDF/HTML Page 459 of 673

 

૪૨૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यथा बन्धांश्छित्वा च बन्धनबद्धस्तु प्राप्नोति विमोक्षम्
तथा बन्धांश्छित्वा च जीवः सम्प्राप्नोति विमोक्षम् ।।२९२।।

कर्मबद्धस्य बन्धच्छेदो मोक्षहेतुः, हेतुत्वात्, निगडादिबद्धस्य बन्धच्छेदवत् एतेन उभयेऽपि पूर्वे आत्मबन्धयोर्द्विधाकरणे व्यापार्येते

किमयमेव मोक्षहेतुरिति चेत्

बंधाणं च सहावं वियाणिदुं अप्पणो सहावं च
बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणदि ।।२९३।।
बन्धानां च स्वभावं विज्ञायात्मनः स्वभावं च
बन्धेषु यो विरज्यते स कर्मविमोक्षणं करोति ।।२९३।।

ગાથાર્થઃ[यथा च] જેમ [बन्धनबद्धः तु] બંધનથી બંધાયેલો પુરુષ [बन्धान् छित्वा] બંધોને છેદીને [विमोक्षम् प्राप्नोति] મોક્ષ પામે છે, [तथा च] તેમ [जीवः] જીવ [बन्धान् छित्वा] બંધોને છેદીને [विमोक्षम् सम्प्राप्नोति] મોક્ષ પામે છે.

ટીકાઃકર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. આથી (આ કથનથી), પૂર્વે કહેલા બન્નેને (જેઓ બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાંજોડવામાંઉદ્યમ કરાવવામાં આવે છે).

‘માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ

બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો,
જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩.

ગાથાર્થઃ[बन्धानां स्वभावं च] બંધોના સ્વભાવને [आत्मनः स्वभावं च] અને આત્માના સ્વભાવને [विज्ञाय] જાણીને [बन्धेषु] બંધો પ્રત્યે [यः] જે [विरज्यते] વિરક્ત થાય છે, [सः] તે [कर्मविमोक्षणं करोति] કર્મોથી મુકાય છે.