કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૨૭
यथा बन्धांश्चिन्तयन् बन्धनबद्धो न प्राप्नोति विमोक्षम् ।
तथा बन्धांश्चिन्तयन् जीवोऽपि न प्राप्नोति विमोक्षम् ।।२९१।।
बन्धचिन्ताप्रबन्धो मोक्षहेतुरित्यन्ये, तदप्यसत्; न कर्मबद्धस्य बन्धचिन्ताप्रबन्धो मोक्षहेतुः,
अहेतुत्वात्, निगडादिबद्धस्य बन्धचिन्ताप्रबन्धवत् । एतेन कर्मबन्धविषयचिन्ताप्रबन्धात्मक-
विशुद्धधर्मध्यानान्धबुद्धयो बोध्यन्ते ।
कस्तर्हि मोक्षहेतुरिति चेत् —
जह बंधे छेत्तूण य बंधणबद्धो दु पावदि विमोक्खं ।
तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं ।।२९२।।
ગાથાર્થઃ — [यथा] જેમ [बन्धनबद्धः] બંધનથી બંધાયેલો પુરુષ [बन्धान् चिन्तयन्]
બંધોના વિચાર કરવાથી [विमोक्षम् न प्राप्नोति] મોક્ષ પામતો નથી (અર્થાત્ બંધથી છૂટતો નથી),
[तथा] તેમ [जीवः अपि] જીવ પણ [बन्धान् चिन्तयन्] બંધોના વિચાર કરવાથી [विमोक्षम् न
प्राप्नोति] મોક્ષ પામતો નથી.
ટીકાઃ — ‘બંધ સંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ છે’ એમ બીજા કેટલાક કહે છે,
તે પણ અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, કેમ
કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચારશૃંખલા ( – વિચારની પરંપરા) બંધથી
છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચારશૃંખલા કર્મબંધથી છૂટવાનું
કારણ નથી. આથી ( – આ કથનથી), કર્મબંધ સંબંધી વિચારશૃંખલાત્મક વિશુદ્ધ ( – શુભ)
ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે.
ભાવાર્થઃ — કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તોપણ મોક્ષ થતો નથી. એ તો
ધર્મધ્યાનરૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં
ઉપદેશ છે કે — શુભ પરિણામથી મોક્ષ થતો નથી.
‘‘(જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ
મોક્ષ નથી) તો મોક્ષનું કારણ કયું છે?’’ એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે છેઃ —
બંધન મહીં જે બદ્ધ તે નર બંધછેદનથી છૂટે,
ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨.