કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૩૧
बन्धस्य तु आत्मद्रव्यासाधारणा रागादयः स्वलक्षणम् । न च रागादय आत्मद्रव्यसाधारणतां
बिभ्राणाः प्रतिभासन्ते, नित्यमेव चैतन्यचमत्कारादतिरिक्तत्वेन प्रतिभासमानत्वात् । न च यावदेव
समस्तस्वपर्यायव्यापि चैतन्यं प्रतिभाति तावन्त एव रागादयः प्रतिभान्ति, रागादीनन्तरेणापि
चैतन्यस्यात्मलाभसम्भावनात् । यत्तु रागादीनां चैतन्येन सहैवोत्प्लवनं तच्चेत्यचेतकभावप्रत्यासत्तेरेव,
नैकद्रव्यत्वात्; चेत्यमानस्तु रागादिरात्मनः, प्रदीप्यमानो घटादिः प्रदीपस्य प्रदीपकतामिव,
चेतकतामेव प्रथयेत्, न पुना रागादिताम् । एवमपि तयोरत्यन्तप्रत्यासत्त्या भेदसम्भावना-
भावादनादिरस्त्येकत्वव्यामोहः, स तु प्रज्ञयैव छिद्यत एव ।
(હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવામાં આવે છેઃ — ) બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી
અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા ( – ધારણ
કરતા – ) પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્યચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે.
વળી જેટલું, ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા જ, રાગાદિક
પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે (અર્થાત્
રાગાદિક ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે). વળી જે, રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઊપજવું
થાય છે તે ચેત્યચેતકભાવની ( – જ્ઞેયજ્ઞાયકભાવની) અતિ નિકટતાને લીધે જ છે, એકદ્રવ્યપણાને
લીધે નહિ; જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશકપણાને
જ જાહેર કરે છે — ઘટાદિપણાને નહિ, તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક (અર્થાત્
જ્ઞાનમાં જ્ઞેયરૂપે જણાતા રાગાદિક ભાવો) આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે —
રાગાદિપણાને નહિ.
આમ હોવા છતાં તે બન્નેની ( – આત્માની અને બંધની) અત્યંત નિકટતાને લીધે
ભેદસંભાવનાનો અભાવ હોવાથી અર્થાત્ ભેદ નહિ દેખાતો હોવાથી (અજ્ઞાનીને) અનાદિ
કાળથી એકપણાનો વ્યામોહ (ભ્રમ) છે; તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે.
ભાવાર્થઃ — આત્મા અને બંધ બન્નેને લક્ષણભેદથી ઓળખી બુદ્ધિરૂપી છીણીથી છેદી
જુદા જુદા કરવા.
આત્મા તો અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓનો સ્કંધ છે તેથી બન્ને જુદા
છદ્મસ્થના જ્ઞાનમાં આવતા નથી, માત્ર એક સ્કંધ દેખાય છે (અર્થાત્ બન્ને એકપિંડરૂપ દેખાય
છે); તેથી અનાદિ અજ્ઞાન છે. શ્રી ગુરુઓનો ઉપદેશ પામી તેમનાં લક્ષણ જુદાં જુદાં અનુભવીને
જાણવું કે ચૈતન્યમાત્ર તો આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે તોપણ માત્ર
જ્ઞેયજ્ઞાયકભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી