૪૩૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
છીણીને — કે જે તેમને ભેદી જુદા જુદા કરવાનું શસ્ત્ર છે તેને — તેમની સૂક્ષ્મ સંધિ શોધીને
તે સંધિમાં સાવધાન (નિષ્પ્રમાદ) થઈને પટકવી. તે પડતાં જ બન્ને જુદા જુદા દેખાવા લાગે
છે. એમ બન્ને જુદા જુદા દેખાતાં, આત્માને જ્ઞાનભાવમાં જ રાખવો અને બંધને
અજ્ઞાનભાવમાં રાખવો. એ રીતે બન્નેને ભિન્ન કરવા.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इयं शिता प्रज्ञाछेत्री] આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી [निपुणैः] પ્રવીણ પુરુષો
વડે [कथम् अपि] કોઈ પણ પ્રકારે ( – યત્નપૂર્વક) [सावधानैः] સાવધાનપણે (નિષ્પ્રમાદપણે)
[पातिता] પટકવામાં આવી થકી, [आत्म-कर्म-उभयस्य सूक्ष्मे अन्तःसन्धिबन्धे] આત્મા અને કર્મ —
બન્નેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં ( – અંદરની સાંધના જોડાણમાં) [रभसात्] શીઘ્ર
[निपतति] પડે છે. કેવી રીતે પડે છે? [आत्मानम् अन्तः-स्थिर-विशद-लसद्-धाम्नि चैतन्यपूरे
मग्नम् ] આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા
ચૈતન્યપૂરમાં (ચૈતન્યના પ્રવાહમાં) મગ્ન કરતી [च] અને [बन्धम् अज्ञानभावे नियमितम्] બંધને
અજ્ઞાનભાવમાં નિશ્ચળ (નિયત) કરતી — [अभितः भिन्नभिन्नौ कुर्वती] એ રીતે આત્મા અને
બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે.
ભાવાર્થઃ — અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે. તેનો કર્તા
આત્મા છે. ત્યાં કરણ વિના કર્તા કોના વડે કાર્ય કરે? તેથી કરણ પણ જોઈએ. નિશ્ચયનયે
કર્તાથી ભિન્ન કરણ હોતું નથી; માટે આત્માથી અભિન્ન એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ
છે. આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે અને
નોકર્મ શરીરાદિક છે. માટે બુદ્ધિ વડે આત્માને શરીરથી, જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મથી તથા
રાગાદિક ભાવકર્મથી ભિન્ન એક ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ
(આત્મા ને બંધનું) ભિન્ન કરવું છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય
છે, એમ જાણવું. ૧૮૧.
(स्रग्धरा)
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः
सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य ।
आत्मानं मग्नमन्तःस्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे
बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ।।१८१।।