કહાનજૈનશાસ્ત્રમાળા ]
आत्मबन्धौ हि तावन्नियतस्वलक्षणविज्ञानेन सर्वथैव छेत्तव्यौ; ततो रागादिलक्षणः समस्त एव बन्धो निर्मोक्तव्यः, उपयोगलक्षणः शुद्ध आत्मैव गृहीतव्यः । एतदेव किलात्म- बन्धयोर्द्विधाकरणस्य प्रयोजनं यद्बन्धत्यागेन शुद्धात्मोपादानम् ।
‘આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [तथा] એ રીતે [जीवः बन्धः च] જીવ અને બંધ [नियताभ्याम् स्वलक्षणाभ्यां] તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી [छिद्येते] છેદાય છે. [बन्धः] ત્યાં, બંધને [छेत्तव्यः] છેદવો અર્થાત્ છોડવો [च] અને [शुद्धः आत्मा] શુદ્ધ આત્માને [गृहीतव्यः] ગ્રહણ કરવો.
ટીકાઃ — આત્મા અને બંધને પ્રથમ તો તેમનાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત્ ભિન્ન કરવા; પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. આ જ ખરેખર આત્મા અને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી (અર્થાત્ બંધનો ત્યાગ કરી) શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
ભાવાર્થઃ — શિષ્યે પૂછ્યું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
(‘આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય?’ — એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છેઃ —