૪૩૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कह सो घिप्पदि अप्पा पण्णाए सो दु घिप्पदे अप्पा ।
जह पण्णाइ विभत्तो तह पण्णाएव घेत्तव्वो ।।२९६।।
कथं स गृह्यते आत्मा प्रज्ञया स तु गृह्यते आत्मा ।
यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः ।।२९६।।
ननु केन शुद्धोऽयमात्मा गृहीतव्यः ? प्रज्ञयैव शुद्धोऽयमात्मा गृहीतव्यः, शुद्धस्यात्मनः स्वय-
मात्मानं गृह्णतो, विभजत इव, प्रज्ञैककरणत्वात् । अतो यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः ।
कथमयमात्मा प्रज्ञया गृहीतव्य इति चेत् —
पण्णाए घित्तव्वो जो चेदा सो अहं तु णिच्छयदो ।
अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ।।२९७।।
એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે;
પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬.
ગાથાર્થઃ — (શિષ્ય પૂછે છે કે – ) [सः आत्मा] તે (શુદ્ધ) આત્મા [कथं] કઈ રીતે
[गृह्यते] ગ્રહણ કરાય? (આચાર્યભગવાન ઉત્તર આપે છે કે – ) [प्रज्ञया तु] પ્રજ્ઞા વડે [सः आत्मा]
તે (શુદ્ધ) આત્મા [गृह्यते] ગ્રહણ કરાય છે. [यथा] જેમ [प्रज्ञया] પ્રજ્ઞા વડે [विभक्तः] ભિન્ન
કર્યો, [तथा] તેમ [प्रज्ञया एव] પ્રજ્ઞા વડે જ [गृहीतव्यः] ગ્રહણ કરવો.
ટીકાઃ — શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ
આત્મા ગ્રહણ કરવો; કારણ કે શુદ્ધ આત્માને, પોતે પોતાને ગ્રહતાં, પ્રજ્ઞા જ એક કરણ છે —
જેમ ભિન્ન કરતાં પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા
વડે જ ગ્રહણ કરવો.
ભાવાર્થઃ — ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદાં નથી; માટે પ્રજ્ઞા વડે
જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
હવે પૂછે છે કે — આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્તર કહે છેઃ —
પ્રજ્ઞાથી ગ્રહવો — નિશ્ચયે જે ચેતનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર — જાણવું. ૨૯૭.