Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 435 of 642
PDF/HTML Page 466 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૩૫
ગાથાર્થઃ[प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] (આત્માને) એમ ગ્રહણ કરવો કે
[यः चेतयिता] જે ચેતનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहं] હું છું, [अवशेषाः]
બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्यः] એમ
જાણવું.
ટીકાઃનિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક
(ચેતનારો), તે આ હું છું; અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં
લક્ષણોથી ઓળખાવાયોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણારૂપી
વ્યાપકના વ્યાપ્ય નહિ થતા હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે. માટે હું જ, મારા વડે જ,
મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની, ચેતના જ એક
ક્રિયા હોવાથી, ‘હું ગ્રહણ કરું છું’ એટલે ‘હું ચેતું જ છું’; ચેતતો જ (અર્થાત્
ચેતતો થકો
જ) ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં
જ ચેતું છું, ચેતતાને જ ચેતું છું. અથવા
નથી ચેતતો; નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા
વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી
ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર (
ચૈતન્યમાત્ર) ભાવ છું.
ભાવાર્થઃપ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના
ભાવો મારાથી પર છે; માટે (અભિન્ન છ કારકોથી) હું જ, મારા વડે જ, મારા માટે જ,
મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘ચેતું છું’, કારણ
प्रज्ञया गृहीतव्यो यश्चेतयिता सोऽहं तु निश्चयतः
अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः ।।२९७।।
यो हि नियतस्वलक्षणावलम्बिन्या प्रज्ञया प्रविभक्तश्चेतयिता, सोऽयमहं; ये
त्वमी अवशिष्टा अन्यस्वलक्षणलक्ष्या व्यवह्रियमाणा भावाः, ते सर्वेऽपि चेतयितृत्वस्य
व्यापकस्य व्याप्यत्वमनायान्तोऽत्यन्तं मत्तो भिन्नाः
ततोऽहमेव मयैव मह्यमेव मत्त एव मय्येव
मामेव गृह्णामि यत्किल गृह्णामि तच्चेतनैकक्रियत्वादात्मनश्चेतय एव; चेतयमान एव चेतये,
चेतयमानेनैव चेतये, चेतयमानायैव चेतये, चेतयमानादेव चेतये, चेतयमाने एव चेतये,
चेतयमानमेव चेतये
अथवान चेतये; न चेतयमानश्चेतये, न चेतयमानेन चेतये, न
चेतयमानाय चेतये, न चेतयमानाच्चेतये, न चेतयमाने चेतये, न चेतयमानं चेतये; किन्तु
सर्वविशुद्धचिन्मात्रो भावोऽस्मि