Samaysar (Gujarati). Kalash: 182.

< Previous Page   Next Page >


Page 436 of 642
PDF/HTML Page 467 of 673

 

background image
૪૩૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચેતું જ છું; ચેતનારો જ, ચેતનાર વડે જ,
ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનારમાં જ, ચેતનારને જ ચેતું છું. અથવા દ્રવ્યદ્રષ્ટિએ
તો
છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું.આ પ્રમાણે
પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[यत् भेत्तुं हि शक्यते सर्वम् अपि स्वलक्षणबलात् भित्त्वा] જે કાંઈ ભેદી
શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને, [चिन्मुद्रा-अङ्कित-निर्विभाग-महिमा शुद्धः चिद् एव
अहम् अस्मि] જેનો ચિન્મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે (અર્થાત્ ચૈતન્યની છાપથી ચિહ્નિત
વિભાગરહિત જેનો મહિમા છે) એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. [यदि कारकाणि वा यदि धर्माः
वा यदि गुणाः भिद्यन्ते, भिद्यन्ताम्] જો કારકોના, અથવા ધર્મોના, અથવા ગુણોના ભેદો પડે,
તો ભલે પડો; [विभौ विशुद्धे चिति भावे काचन भिदा न अस्ति] પરંતુ *વિભુ એવા શુદ્ધ
(સમસ્ત વિભાવોથી રહિત) ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી. (આમ પ્રજ્ઞા વડે આત્માને
ગ્રહણ કરાય છે.)
ભાવાર્થઃજેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર
શુદ્ધ ચૈતન્ય જ હું છું. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભેદો,
સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ
ગુણભેદો જો કથંચિત્
હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી.
આમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. ૧૮૨.
(આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર તો ગ્રહણ કરાવ્યો; હવે સામાન્ય ચેતના દર્શનજ્ઞાન-
સામાન્યમય હોવાથી અનુભવમાં દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવોએમ કહે
છેઃ)
* વિભુ = દ્રઢ; અચળ; નિત્ય; સમર્થ; સર્વ ગુણપર્યાયોમાં વ્યાપક.
(शार्दूलविक्रीडित)
भित्त्वा सर्वमपि स्वलक्षणबताद्भेत्तुं हि यच्छक्यते
चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्
भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि
भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति
।।१८२।।