૪૩૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पश्यतैव पश्यामि, पश्यते एव पश्यामि, पश्यत एव पश्यामि, पश्यत्येव पश्यामि, पश्यन्तमेव
पश्यामि । अथवा — न पश्यामि; न पश्यन् पश्यामि, न पश्यता पश्यामि, न पश्यते पश्यामि,
न पश्यतः पश्यामि, न पश्यति पश्यामि, न पश्यन्तं पश्यामि; किन्तु सर्वविशुद्धो द्रङ्मात्रो
भावोऽस्मि । अपि च — ज्ञातारमात्मानं गृह्णामि । यत्किल गृह्णामि तज्जानाम्येव; जानन्नेव जानामि,
जानतैव जानामि, जानते एव जानामि, जानत एव जानामि, जानत्येव जानामि, जानन्तमेव
जानामि । अथवा — न जानामि; न जानन् जानामि, न जानता जानामि, न जानते जानामि,
न जानतो जानामि, न जानति जानामि, न जानन्तं जानामि; किन्तु सर्वविशुद्धो ज्ञप्तिमात्रो
भावोऽस्मि ।
વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને
જ દેખું છું. અથવા — નથી દેખતો; નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી
દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો;
પરંતુ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું. વળી એવી જ રીતે — હું જાણનારા આત્માને ગ્રહણ કરું
છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘જાણું જ છું’; જાણતો જ (અર્થાત્ જાણતો થકો જ) જાણું છું,
જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું, જાણતામાં
જ જાણું છું, જાણતાને જ જાણું છું. અથવા — નથી જાણતો; નથી જાણતો થકો જાણતો, નથી
જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો, નથી જાણતામાં
જાણતો, નથી જાણતાને જાણતો; પરંતુ સર્વવિશુદ્ધિ જ્ઞપ્તિમાત્ર (જાણનક્રિયામાત્ર) ભાવ છું.
(આમ દેખનારા આત્માને તેમ જ જાણનારા આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન
અને અધિકરણરૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને, પછી કારકભેદોનો નિષેધ કરી આત્માને
અર્થાત
્ પોતાને દર્શનમાત્ર ભાવરૂપે તેમ જ જ્ઞાનમાત્ર ભાવરૂપે અનુભવવો અર્થાત્ અભેદરૂપે
અનુભવવો.)
(ભાવાર્થઃ — આ ત્રણ ગાથાઓમાં, પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. ‘ગ્રહણ
કરવું’ એટલે કોઈ અન્ય વસ્તુને ગ્રહવાની – લેવાની નથી; ચેતનાનો અનુભવ કરવો, તે જ,
આત્માનું ‘ગ્રહણ કરવું’ છે.
પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં, અનુભવ કરનાર,
જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે — ઇત્યાદિ કારકભેદરૂપે
આત્માને કહીને, અભેદવિવક્ષામાં કારકભેદનો નિષેધ કરી, આત્માને એક શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો
હતો.