૪૪૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
સામાન્યવિશેષરૂપના અભાવથી [अस्तित्वम् एव त्यजेत्] (તે ચેતના) પોતાના અસ્તિત્વને જ
છોડે; [तत्-त्यागे] એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતાં, (૧) [चितः अपि जडता भवति]
ચેતનને જડપણું આવે અર્થાત્ આત્મા જડ થઈ જાય, [च] અને (૨) [व्यापकात् विना व्याप्यः
आत्मा अन्तम् उपैति] વ્યાપક વિના ( – ચેતના વિના – ) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે
( – આમ બે દોષ આવે છે). [तेन चित् नियतं द्रग्ज्ञप्तिरूपा अस्तु] માટે ચેતના નિયમથી
દર્શનજ્ઞાનરૂપ જ હો.
ભાવાર્થઃ — સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી
ચેતના પણ સામાન્યપ્રતિભાસરૂપ ( – દર્શનરૂપ) અને વિશેષપ્રતિભાસરૂપ ( – જ્ઞાનરૂપ) હોવી
જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો
ચેતન આત્માને (પોતાના ચેતનાગુણનો અભાવ થવાથી) જડપણું આવે, અથવા તો વ્યાપકના
અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય. (ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતી
હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ
થતાં આત્માનો પણ અભાવ થાય.) માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી.
અહીં તાત્પર્ય એવું છે કે — સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની
એકાંત કહે છે, તેમનો નિષેધ કરવા માટે ‘વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ છે તેથી ચેતનાને
સામાન્યવિશેષરૂપ અંગીકાર કરવી’ એમ અહીં જણાવ્યું છે. ૧૮૩.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [चितः] ચૈતન્યનો (આત્માનો) તો [एकः चिन्मयः एव भावः] એક ચિન્મય
જ ભાવ છે, [ये परे भावाः] જે બીજા ભાવો છે [ते किल परेषाम्] તે ખરેખર પરના ભાવો
છે; [तत :] માટે [चिन्मयः भावः एव ग्राह्यः] (એક) ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે,
[परे भावाः सर्वतः एव हेयाः] બીજા ભાવો સર્વથા છોડવાયોગ્ય છે. ૧૮૪.
હવે આ ઉપદેશની ગાથા કહે છેઃ —
(इन्द्रवज्रा)
एकश्चितश्चिन्मय एव भावो
भावाः परे ये किल ते परेषाम् ।
ग्राह्यस्ततश्चिन्मय एव भावो
भावाः परे सर्वत एव हेयाः ।।१८४।।