કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૪૧
સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને,
તે કોણ જ્ઞાની ‘મારું આ’ એવું વચન બોલે ખરે? ૩૦૦.
ગાથાર્થઃ — [सर्वान् भावान्] સર્વ ભાવોને [परकीयान्] પારકા [ज्ञात्वा] જાણીને
[कः नाम बुधः] કોણ જ્ઞાની, [आत्मानम्] પોતાને [शुद्धम्] શુદ્ધ [जानन्] જાણતો થકો,
[इदम् मम] ‘આ મારું છે’ ( – ‘આ ભાવો મારા છે’) [इति च वचनम्] એવું વચન
[भणेत्] બોલે?
ટીકાઃ — જે (પુરુષ) પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી
પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ
ભાવોને પારકા જાણે છે. આવું જાણતો થકો (તે પુરુષ) પરભાવોને ‘આ મારા છે’ એમ કેમ
કહે? (ન જ કહે;) કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામિસંબંધનો અસંભવ છે.
માટે, સર્વથા ચિદ્ભાવ જ (એક) ગ્રહણ કરવાયોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવાયોગ્ય
છે — એવો સિદ્ધાંત છે.
ભાવાર્થઃ — લોકમાં પણ એ ન્યાય છે કે — જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે
પરનાં ધનાદિકને પોતાનાં ન કહે. તેવી જ રીતે જે સમ્યગ્જ્ઞાની છે, તે સમસ્ત પરદ્રવ્યોને
પોતાનાં કરતો નથી, પોતાના નિજભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
को णाम भणिज्ज बुहो णादुं सव्वे पराइए भावे ।
मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं ।।३००।।
को नाम भणेद्बुधः ज्ञात्वा सर्वान् परकीयान् भावान् ।
ममेदमिति च वचनं जानन्नात्मानं शुद्धम् ।।३००।।
यो हि परात्मनोर्नियतस्वलक्षणविभागपातिन्या प्रज्ञया ज्ञानी स्यात्, स खल्वेकं
चिन्मात्रं भावमात्मीयं जानाति, शेषांश्च सर्वानेव भावान् परकीयान् जानाति । एवं च
जानन् कथं परभावान्ममामी इति ब्रूयात् ? परात्मनोर्निश्चयेन स्वस्वामिसम्बन्धस्यासम्भवात् ।
अतः सर्वथा चिद्भाव एव गृहीतव्यः, शेषाः सर्वे एव भावाः प्रहातव्या इति सिद्धान्तः ।
56