Samaysar (Gujarati). Kalash: 185-186 Gatha: 301.

< Previous Page   Next Page >


Page 442 of 642
PDF/HTML Page 473 of 673

 

background image
૪૪૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
શ્લોકાર્થઃ[उदात्तचित्तचरितैः मोक्षार्थिभिः] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત (ઉદાર,
ઉચ્ચ, ઉજ્જ્વળ) છે એવા મોક્ષાર્થીઓ [अयम् सिद्धान्तः] આ સિદ્ધાંતને [सेव्यताम्] સેવન કરો
કે[अहम् शुद्धं चिन्मयम् एकम् परमं ज्योतिः एव सदा एव अस्मि] હું તો શુદ્ધ ચૈતન્યમય એક
પરમ જ્યોતિ જ સદાય છું; [तु] અને [एते ये पृथग्लक्षणाः विविधाः भावाः समुल्लसन्ति ते अहं
न अस्मि] આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, [यतः
अत्र ते समग्राः अपि मम परद्रव्यम्] કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે’. ૧૮૫.
હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[परद्रव्यग्रहं कुर्वन्] જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે [अपराधवान्] તે અપરાધી
છે [बध्येत एव] તેથી બંધમાં પડે છે, અને [स्वद्रव्ये संवृतः यतिः] જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે
(અર્થાત્ જે પોતાના દ્રવ્યમાં જ ગુપ્ત છેમગ્ન છેસંતુષ્ટ છે, પરદ્રવ્યને ગ્રહતો નથી) એવો
યતિ [अनपराधः] નિરપરાધી છે [न बध्येत] તેથી બંધાતો નથી. ૧૮૬.
હવે આ કથનને દ્રષ્ટાંતપૂર્વક ગાથામાં કહે છેઃ
અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંકિત ફરે,
કે લોકમાં ફરતાં રખે કો ચોર જાણી બાંધશે; ૩૦૧.
(शार्दूलविक्रीडित)
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्
एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा-
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि
।।१८५।।
(अनुष्टुभ्)
परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्
बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः ।।१८६।।
थेयादी अवराहे जो कुव्वदि सो उ संकिदो भमदि
मा बज्झेज्जं केण वि चोरो त्ति जणम्हि वियरंतो ।।३०१।।