કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૫૩
ભાવાર્થઃ — જે પુરુષ, પહેલાં સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં
(આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી
બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી,
મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. ૧૯૧.
હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે પૂર્ણ જ્ઞાનના મહિમાનું (સર્વથા શુદ્ધ
થયેલા આત્મદ્રવ્યના મહિમાનું) કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [बन्धच्छेदात् अतुलम् अक्षय्यम् मोक्षम् कलयत् ] કર્મબંધના છેદથી અતુલ
અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું, [नित्य-उद्योत-स्फु टित-सहज-अवस्थम् ] નિત્ય ઉદ્યોતવાળી
(જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, [एकान्त-शुद्धम् ]
એકાંતશુદ્ધ ( – કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું), અને [एकाकार-स्व-
रस-भरतः अत्यन्त-गम्भीर-धीरम् ] એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની
અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું [एतत् पूर्णं ज्ञानम् ] આ પૂર્ણ જ્ઞાન
[ज्वलितम्] જળહળી ઊઠ્યું (સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું); [स्वस्य अचले
महिम्नि लीनम्] પોતાના અચળ મહિમામાં લીન થયું.
ભાવાર્થઃ — કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ,
અત્યંત શુદ્ધ, સમસ્ત જ્ઞેયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર (જેનો પાર નથી એવું) અને
ધીર (આકુળતા વિનાનું) — એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિમામાં લીન
થયું. ૧૯૨.
ટીકાઃ — આ રીતે મોક્ષ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થઃ — રંગભૂમિમાં મોક્ષતત્ત્વનો સ્વાંગ આવ્યો હતો. જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં
તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો.
(मन्दाक्रान्ता)
बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत-
न्नित्योद्योतस्फु टितसहजावस्थमेकान्तशुद्धम् ।
एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ।।१९२।।
इति मोक्षो निष्क्रान्तः ।