૪૫૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
શ્લોકાર્થઃ — [यतः कषाय-भर-गौरवात् अलसता प्रमादः] કષાયના ભાર વડે ભારે
હોવાથી આળસુપણું તે પ્રમાદ છે, તેથી [प्रमादकलितः अलसः शुद्धभावः कथं भवति] એ
પ્રમાદયુક્ત આળસભાવ શુદ્ધભાવ કેમ હોઈ શકે? [अतः स्वरसनिर्भरे स्वभावे नियमितः भवन्
मुनिः] માટે નિજ રસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચળ થતો મુનિ [परमशुद्धतां व्रजति] પરમ
શુદ્ધતાને પામે છે [वा] અથવા [अचिरात् मुच्यते] શીઘ્ર — અલ્પ કાળમાં (કર્મબંધથી) છૂટે છે.
ભાવાર્થઃ — પ્રમાદ તો કષાયના ગૌરવથી થાય છે માટે પ્રમાદીને શુદ્ધ ભાવ હોય
નહિ. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૯૦.
હવે, મુક્ત થવાનો અનુક્રમ દર્શાવતું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यः किल अशुद्धिविधायि परद्रव्यं तत् समग्रं त्यक्त्वा] જે પુરુષ ખરેખર
અશુદ્ધતા કરનારું જે પરદ્રવ્ય તે સર્વને છોડીને [स्वयं स्वद्रव्ये रतिम् एति] પોતે પોતાના
સ્વદ્રવ્યમાં લીન થાય છે, [सः] તે પુરુષ [नियतम् ] નિયમથી [सर्व-अपराध-च्युतः] સર્વ
અપરાધોથી રહિત થયો થકો, [बन्ध-ध्वंसम् उपेत्य नित्यम् उदितः] બંધના નાશને પામીને નિત્ય-
ઉદિત (સદા પ્રકાશમાન) થયો થકો, [स्व-ज्योतिः-अच्छ-उच्छलत्-चैतन्य-अमृत-पूर-पूर्ण-महिमा]
સ્વજ્યોતિથી (પોતાના સ્વરૂપના પ્રકાશથી) નિર્મળપણે ઊછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ
તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો [शुद्धः भवन् ] શુદ્ધ થતો થકો, [मुच्यते] કર્મોથી છૂટે
છે — મુક્ત થાય છે.
(पृथ्वी)
प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः
कषायभरगौरवादलसता प्रमादो यतः ।
अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन्
मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात् ।।१९०।।
(शार्दूलविक्रीडित)
त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं
स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः ।
बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छल-
च्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ।।१९१।।