કહાનજૈનશાસ્ત્રમાળા ]
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् ।
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः ।।१८९।।
અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણાદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યાં તેથી કોઈ ઊલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यत्र प्रतिक्रमणम् एव विषं प्रणीतं] (અરે! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, [तत्र अप्रतिक्रमणम् एव सुधा कुतः स्यात्] ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) [तत्] તો પછી [जनः अधः अधः प्रपतन् किं प्रमाद्यति] માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? [निष्प्रमादः] નિષ્પ્રમાદી થયા થકા [ऊर्ध्वम् ऊर्ध्वम् किं न अधिरोहति] ઊંચે ઊંચે કાં ચડતા નથી?
ભાવાર્થઃ — અજ્ઞાનાવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી? અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને (દ્રવ્યપ્રતિક્રમણાદિને) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે, અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત
્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યાં સાંભળીને જેઓ ઊલટા પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદેવ કહે છે કે — ‘આ માણસો નીચા નીચા કેમ પડે છે? ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી?’ જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય જાણવાં. ૧૮૯.