Samaysar (Gujarati). Kalash: 188.

< Previous Page   Next Page >


Page 450 of 642
PDF/HTML Page 481 of 673

 

૪૫૦

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अतो हताः प्रमादिनो गताः सुखासीनतां
प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्
आत्मन्येवालानितं च चित्त-
मासम्पूर्णविज्ञानघनोपलब्धेः
।।१८८।।

ભાવાર્થઃવ્યવહારનયાવલંબીએ કહ્યું હતું કે‘‘લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે; પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ છે.’’ તેને આચાર્ય સમજાવે છે કેઃજે દ્રવ્યપ્રતિક્રમણાદિક છે તે દોષનાં મટાડનારાં છે, તોપણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો દ્રવ્યપ્રતિક્રમણાદિક દોષસ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી; કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે. માટે એમ કહ્યું છે કેઅજ્ઞાનીને જે અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ; તેમની તો વાત જ શી? પરંતુ વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યાં છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે, કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિ- સ્વરૂપ જ છે.

હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[अतः] આ કથનથી, [सुख-आसीनतां गताः] સુખે બેઠેલા (અર્થાત્ એશઆરામ કરતા) [प्रमादिनः] પ્રમાદી જીવોને [हताः] હત કહ્યા છે (અર્થાત્ મોક્ષના તદ્દન અનધિકારી કહ્યા છે), [चापलम् प्रलीनम् ] ચાપલ્યનો (વિચાર વિનાના કાર્યનો) પ્રલય કર્યો છે (અર્થાત્ આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી), [आलम्बनम् उन्मूलितम् ] આલંબનને ઉખેડી નાખ્યું છે (અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિના દ્રવ્યપ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને હેય કહ્યાં છે), [आसम्पूर्ण-विज्ञान-घन-उपलब्धेः] જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી [आत्मनि एव चित्तम् आलानितं च] (શુદ્ધ) આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે (વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે કારણ કે તે જ મોક્ષનું કારણ છે). ૧૮૮.