Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 449 of 642
PDF/HTML Page 480 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૪૯
स सर्वापराधविषदोषापकर्षणसमर्थत्वेनामृतकुम्भोऽपि प्रतिक्रमणाप्रतिक्रमणादिविलक्षणा-
प्रतिक्रमणादिरूपां तार्तीयीकीं भूमिमपश्यतः स्वकार्यकरणासमर्थत्वेन विपक्षकार्यकारित्वाद्विषकुम्भ
एव स्यात्
अप्रतिक्रमणादिरूपा तृतीया भूमिस्तु स्वयं शुद्धात्मसिद्धिरूपत्वेन सर्वापराधविषदोषाणां
सर्वङ्कषत्वात् साक्षात्स्वयममृतकुम्भो भवतीति व्यवहारेण द्रव्यप्रतिक्रमणादेरपि अमृतकुम्भत्वं
साधयति
तयैव च निरपराधो भवति चेतयिता तदभावे द्रव्यप्रतिक्रमणादिरप्यपराध एव
अतस्तृतीयभूमिकयैव निरपराधत्वमित्यवतिष्ठते तत्प्राप्त्यर्थ एवायं द्रव्यप्रतिक्रमणादिः ततो मेति
मंस्था यत्प्रतिक्रमणादीन् श्रुतिस्त्याजयति, किन्तु द्रव्यप्रतिक्रमणादिना न मुञ्चति, अन्यदपि
प्रतिक्रमणाप्रतिक्रमणाद्यगोचराप्रतिक्रमणादिरूपं शुद्धात्मसिद्धिलक्षणमतिदुष्करं किमपि कारयति
वक्ष्यते चात्रैवकम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं तत्तो णियत्तदे अप्पयं तु जो
सो पडिक्कमणं ।। इत्यादि
તો પ્રથમ જ ત્યાગવાયોગ્ય છે.) અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ છે તેઓ સર્વ અપરાધરૂપી
વિષના દોષોને ઘટાડવામાં (
ક્રમે ક્રમે મટાડવામાં) સમર્થ હોવાથી અમૃતકુંભ છે (એમ
વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે) તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી
અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિને નહિ દેખનાર પુરુષને તે દ્રવ્યપ્રતિક્રમણાદિ (અપરાધ
કાપવારૂપ) પોતાનું કાર્ય કરવા અસમર્થ હોવાને લીધે વિપક્ષ કાર્ય (અર્થાત્
બંધનું કાર્ય) કરતાં
હોવાથી વિષકુંભ જ છે. જે અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિ છે તે, સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિરૂપ
હોવાને લીધે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરનારી હોવાથી, સાક્ષાત્
સ્વયં
અમૃતકુંભ છે અને એ રીતે (તે ત્રીજી ભૂમિ) વ્યવહારથી દ્રવ્યપ્રતિક્રમણાદિને પણ અમૃતકુંભપણું
સાધે છે. તે ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે. તેના (અર્થાત્
ત્રીજી ભૂમિના)
અભાવમાં દ્રવ્ય-પ્રતિક્રમણાદિ પણ અપરાધ જ છે. માટે, ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે
એમ ઠરે છે. તેની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્યપ્રતિક્રમણાદિ છે. આમ હોવાથી એમ ન માનો
કે (નિશ્ચયનયનું) શાસ્ત્ર દ્રવ્યપ્રતિક્રમણાદિને છોડાવે છે. ત્યારે શું કરે છે? દ્રવ્યપ્રતિક્રમણાદિથી
છોડી દેતું નથી (
અટકાવી દેતું નથી, સંતોષ મનાવી દેતું નથી); તે સિવાય બીજું પણ,
પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી અગોચર અપ્રતિક્રમણાદિરૂપ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે
એવું, અતિ દુષ્કર કાંઈક કરાવે છે. આ શાસ્ત્રમાં જ આગળ કહેશે કે
*कम्मं जं पुव्वकयं
सुहासुहमणेय-वित्थरविसेसं तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।। (અર્થઃઅનેક પ્રકારના
વિસ્તારવાળાં જે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મ છે તેમનાથી જે પોતાના આત્માને નિવર્તાવે છે તે
આત્મા પ્રતિક્રમણ છે.) વગેરે.
* જુઓ ગાથા ૩૮૩૩૮૫; ત્યાં નિશ્ચયપ્રતિક્રમણ વગેરેનું સ્વરૂપ કહ્યું છે.
57