૪૪૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य ।
णिंदा गरहा सोही अट्ठविहो होदि विसकुंभो ।।३०६।।
अप्पडिकमणमप्पडिसरणं अप्परिहारो अधारणा चेव ।
अणियत्ती य अणिंदागरहासोही अमयकुंभो ।।३०७।।
प्रतिक्रमणं प्रतिसरणं परिहारो धारणा निवृत्तिश्च ।
निन्दा गर्हा शुद्धिः अष्टविधो भवति विषकुम्भः ।।३०६।।
अप्रतिक्रमणमप्रतिसरणमपरिहारोऽधारणा चैव ।
अनिवृत्तिश्चानिन्दाऽगर्हाऽशुद्धिरमृतकुम्भः ।।३०७।।
यस्तावदज्ञानिजनसाधारणोऽप्रतिक्रमणादिः स शुद्धात्मसिद्धयभावस्वभावत्वेन
स्वयमेवापराधत्वाद्विषकुम्भ एव; किं तस्य विचारेण ? यस्तु द्रव्यरूपः प्रतिक्रमणादिः
પ્રતિક્રમણ, ને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃતિ, ધારણા,
વળી શુદ્ધિ, નિંદા, ગર્હણા — એ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૦૬.
અણપ્રતિક્રમણ, અણપ્રતિસરણ, અણપરિહરણ, અણધારણા,
અનિવૃત્તિ, અણગર્હા, અનિંદ, અશુદ્ધિ — અમૃતકુંભ છે. ૩૦૭.
ગાથાર્થઃ — [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ, [प्रतिसरणम्] પ્રતિસરણ, [परिहारः] પરિહાર,
[धारणा] ધારણા, [निवृत्तिः] નિવૃત્તિ, [निन्दा] નિંદા, [गर्हा] ગર્હા [च शुद्धिः] અને શુદ્ધિ —
[अष्टविधः] એ આઠ પ્રકારનો [विषकुम्भः] વિષકુંભ [भवति] છે (કારણ કે એમાં કર્તાપણાની
બુદ્ધિ સંભવે છે).
[अप्रतिक्रमणम्] અપ્રતિક્રમણ, [अप्रतिसरणम्] અપ્રતિસરણ, [अपरिहारः] અપરિહાર,
[अधारणा] અધારણા, [अनिवृत्तिः च] અનિવૃત્તિ, [अनिन्दा] અનિંદા, [अगर्हा] અગર્હા [च एव]
અને [अशुद्धिः] અશુદ્ધિ — [अमृतकुम्भः] એ અમૃતકુંભ છે (કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ
છે — કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી).
ટીકાઃ — પ્રથમ તો જે અજ્ઞાનીજનસાધારણ (અર્થાત્ અજ્ઞાની લોકોને સાધારણ એવાં)
અપ્રતિક્રમણાદિ છે તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળાં હોવાને લીધે
સ્વયમેવ અપરાધરૂપ હોવાથી વિષકુંભ જ છે; તેમનો વિચાર કરવાનું શું પ્રયોજન છે? (તેઓ